વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ વેબ ઇન્સ્ટન્સ
https://playground.wordpress.net/ ડેવલોપર્સને સર્વર વિના બ્રાઉઝરમાં વર્ડપ્રેસ ચલાવવાની મંજૂરી આપે છે. આ એન્વાયરનમેન્ટ પ્લગઈન્સ, થીમ્સ અને ફીચર્સના ટેસ્ટિંગને ઝડપી અને સરળ બનાવે છે.
કેટલીક મુખ્ય વિશેષતાઓ:
- બ્રાઉઝર આધારિત: લોકલ સર્વર સેટઅપની જરૂર નથી.
- ઇનસ્ટન્ટ સેટઅપ: એક ક્લિકમાં વર્ડપ્રેસ ચલાવો.
- ટેસ્ટિંગ એન્વાયરનમેન્ટ: પ્લગઈન્સ અને થીમ્સ ટેસ્ટ કરવા માટે આદર્શ.
ક્વેરી પેરામ્સ API તમને પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સમાં ચોક્કસ રૂપરેખાંકનો સીધા લોડ કરવાની મંજૂરી આપે છે. આમાં ચોક્કસ વર્ડપ્રેસ વર્ઝન, થીમ અથવા પ્લગઇન સેટ કરવાનો સમાવેશ થાય છે. તમે બ્લુપ્રીન્ટનો ઉપયોગ કરીને વધુ જટિલ સેટઅપ્સ પણ વ્યાખ્યાયિત કરી શકો છો (અહીં ઉદાહરણો જુઓ).
પ્લેગ્રાઉન્ડ વેબસાઇટમાં ટૂલબાર્સ શામેલ છે જે તમારી ઇન્સ્ટન્સને કસ્ટમાઇઝ કરે છે અને સંસાધનો અને ઉપયોગિતાઓની ઝડપી ઍક્સેસ પ્રદાન કરે છે.

પ્લેગ્રાઉન્ડ કસ્ટમાઇઝ કરો
ટૂલબારમાં, તમને મળશે:
- પ્લેગ્રાઉન્ડ સેટિંગ્સ: PHP અને વર્ડપ્રેસ વર્ઝન જેવી તમારી વર્તમાન ઇન્સ્ટન્સને ગોઠવવા માટેનું પેનલ.
- પ્લેગ્રાઉન્ડ ડેશબોર્ડ: આ પેનલ તમને વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સ મેનેજ કરવા, સેવ અને એક્સપોર્ટ કરવા, તમારી વર્ડપ્રેસ ઇન્સ્ટન્સમાંથી ફાઇલો એડિટ કરવા અને નવા બ્લુપ્રીન્ટ બનાવવાની મંજૂરી આપે છે.
- પ્લેગ્રાઉન્ડ લૉન્ચ પેનલ: લૉન્ચ પેનલ વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સ લૉન્ચ કરવાની બધી રીતો બતાવે છે.
પ્લેગ્રાઉન્ડ સેટિંગ્સ

પ્લેગ્રાઉન્ડ સેટિંગ્સ પેનલ માં આ ક્વેરી API વિકલ્પો શામેલ છે:
wp: વર્ડપ્રેસ વર્ઝન વ્યાખ્યાયિત કરે છે.php: ઇન્સ્ટન્સ માટે PHP વર્ઝન સ્પષ્ટ કરે છે.language: વર્ડપ્રેસ ઇન્સ્ટન્સની ભાષા સેટ કરે છે.multisite: વર્ડપ્રેસ મલ્ટીસાઇટ સપોર્ટ સક્ષમ કરે છે.networking: વર્ડપ્રેસ પ્લગઇન ડિરેક્ટરી અને વર્ડપ્રેસ API માટે નેટવર્ક ઍક્સેસ સક્ષમ કરે છે.
પ્લેગ્રાઉન્ડ મેનેજર

આ પેનલ તમને પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સ મેનેજ કરવાની મંજૂરી આપે છે અને નીચેના પેનલ્સની ઍક્સેસ પ્રદાન કરે છે:
- સેટિંગ્સ: વર્તમાન પ્લેગ્રાઉન્ડની સેટિંગ્સ મેનેજ કરવા માટે
- ફાઇલ બ્રાઉઝર: ફાઇલો એડિટ કરવા, પ્લગઇન્સ અને થીમ્સ અપલોડ કરવા અને લાઇવ એડિટિંગ માટે બિલ્ટ-ઇન IDE. પ્લેગ્રાઉન્ડ રિયલ ટાઇમમાં ફેરફારો ઓટો-રીલોડ કરે છે.
- બ્લુપ્રીન્ટ: તમારી પ્લેગ્રાઉન્ડ વેબ ઇન્સ્ટન્સમાં બ્લુપ્રીન્ટ બનાવવા, સેવ કરવા અને ચલાવવા માટે બ્લુપ્રીન્ટ એડિટર.
- ડેટાબેસ: Adminer અને phpMyAdmin સાથે ડેટાબેસ મેનેજ કરવા અને
.sqliteફાઇલ તરીકે ડાઉનલોડ કરવાના સાધનો. - લૉગ્સ: કંઈક ખોટું થાય ત્યારે લૉગ મેસેજ દર્શાવે છે.

ઇન્સ્ટન્સ બનાવવા અને પ્લેગ્રાઉન્ડ લૉન્ચ પેનલમાં સૂચિબદ્ધ કરવા માટે "Save" પર ક્લિક કરો. પ્લેગ્રાઉન્ડ ડેશબોર્ડ Additional actions મેનૂ દ્વારા એક્સપોર્ટ અને ડાઉનલોડ વિકલ્પો પણ આપે છે:
એડિશનલ એક્શન્સ મેનુ

- GitHub માં પુલ રિક્વેસ્ટ એક્સપોર્ટ કરો: વર્ડપ્રેસ પ્લગઇન્સ, થીમ્સ અને સંપૂર્ણ wp-content ડિરેક્ટરીઝને કોઈપણ પબ્લિક GitHub રિપોઝીટરીમાં પુલ રિક્વેસ્ટ તરીકે એક્સપોર્ટ કરો. આ ફીચરનો ડેમો જુઓ.
- zip તરીકે ડાઉનલોડ કરો: પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સના સેટઅપ સાથે
.zipફાઇલ બનાવે છે, જેમાં કોઈપણ ઇન્સ્ટોલ કરેલી થીમ્સ અથવા પ્લગઇન્સ શામેલ છે. આ.zipકન્ટેન્ટ અને ડેટાબેસ ફેરફારો શામેલ કરતું નથી.
બ્લુપ્રીન્ટ એડિટર

બ્લુપ્રીન્ટ એડિટરે જૂના બ્લુપ્રીન્ટ બિલ્ડરને બદલ્યું, જે બહુવિધ બ્લુપ્રીન્ટ મેનેજ કરવાની અને કોડ વેલિડેશનની ક્ષમતા આપે છે.
પ્લેગ્રાઉન્ડ લૉન્ચ પેનલ

આ પેનલ વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ લૉન્ચ કરવાની બધી રીતો બતાવે છે: .zip ફાઇલો ઇમ્પોર્ટ કરો, GitHub રિપોઝીટરીઝમાંથી લોડ કરો, અને વર્ડપ્રેસ કોર અને Gutenberg માંથી PR પ્રીવ્યુ કરો.
લૉન્ચ પેનલ બ્લુપ્રીન્ટ ગેલેરીમાંથી 40 થી વધુ બ્લુપ્રીન્ટ અને તમારા સેવ કરેલા પ્લેગ્રાઉન્ડ પણ સૂચિબદ્ધ કરે છે.
https://playground.wordpress.net પરની સાઇટ સમુદાયને સમર્થન આપવા માટે છે, પરંતુ ટ્રાફિક નોંધપાત્ર રીતે વધે તો તે કામ કરવાનું ચાલુ રાખશે તેની કોઈ ગેરંટી નથી.
જો તમને ચોક્કસ ઉપલબ્ધતાની જરૂર હોય, તો તમારે તમારું પોતાનું વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ હોસ્ટ કરવું જોઈએ.