લોકલ ડેવલપમેન્ટ
પ્લેગ્રાઉન્ડ સાથે લોકલ વર્ડપ્રેસ ડેવલપમેન્ટ
વર્ડપ્રેસ સાઇટ્સના સેટઅપ અને સંચાલનને સુવ્યવસ્થિત કરવા માટે પ્લેગ્રાઉન્ડ વિવિધ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ્સ પ્રદાન કરે છે.
ઝડપી શરૂઆત માટે, https://playground.wordpress.net/ પર સાર્વજનિક પ્લેગ્રાઉન્ડ વેબ ઇન્સ્ટન્સ નો ઉપય���ગ કરો. વૈકલ્પિક રીતે, તમે તમારું પોતાનું વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ હોસ્ટ કરી શકો છો.
પ્લેગ્રાઉન્ડ સ્થાનિક વર્ડપ્રેસ ડેવલપમેન્ટ માટે સાધનો પણ પૂરા પાડે છે, જે સરળ ઇન્સ્ટોલેશન અને ઉપયોગીતાને પ્રાથમિકતા આપે છે:
- @wp-playground/cli: તમારા ટર્મિનલ પરથી વર્ડપ્રેસ સાઇટને ઝડપથી લોન્ચ કરવા માટેનું કમાન્ડ-લાઇન ટૂલ.
- વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ એક્સટેન્શન: લોકપ્રિય એડિટરમાં સીમલેસ અનુભવ માટે વર્ડપ્રેસ ડેવલપમેન્ટને સીધા VS કોડમાં એકીકૃત કરે છે.
જેમને વધુ નિયંત્રણની જરૂર છે, તેમના માટે પ્લેગ્રાઉન્ડ Node.js માટે ટૂલ્સ ઓફર કરે છે:
- Node.js માં વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ: વેબએસેમ્બલી(WebAssembly) PHP બિલ્ડ પર ઓછા-સ્તરના નિયંત્રણ માટે,
@php-wasm/nodeપેકેજ શોધો, જેમાં PHP વેબએસેમ્બલી(WebAssembly) રનટાઇમનો સમાવેશ થાય છે.